371
૩૭૧ - સંપૂર્ણ શાંતિ
૧ | શાંત, પૂરી શાંત ? આ પાપી પૃથ્વી માંય? |
ઈસુના લોહી વડે શાંતિ થાય. | |
૨ | શાંત, પૂરી શાંત ? રે ઝાઝાં દીસે કામ ? |
ખ્રિસ્તેચ્છા કર્યાથી મળે આરામ. | |
૩ | શાંત, પૂરી શાંત ? દુ:ખોના સાગર માંય? |
ઈસુને કોળે નથી ચિંતા કાંય. | |
૪ | શાંત, પૂરી શાંત? છે વહાલાં આઘાં બહુ? |
ઈસુને હાથે છીએ કુશળ સહુ. | |
૫ | શાંત, પૂરી શાંત ? ભવિષ્યના અજાણ? |
રાજ્યાસને ઈસુ છે બિરાજમાન. | |
૬ | શાંત, પૂરી શાંત ? ઘેરે છે મૃત્યુભય ? |
ઈસુને મૃત્યુ ઉપર કીધો જય. | |
૭ | હવે થયું, જગસંકટ બંધ પડશે; |
ખ્રિસ્ત સ્વર્ગની પૂરી શાંતિમાં લેશે. |