369
૩૬૯ - ધન્યતા
૧ | ઈશ્વરે હ્યાં આણ્યાં છે, જગતમાંથી કાઢયાં છે, |
ભૂંડાઈથી દૂર કર્યાં. | |
ટેક: | રે આપણને ધન્ય, ધન્ય, ધન્ય, ધન્ય;
રે આપણને ધન્ય, ઈશ્વરે હ્યાં આણ્યાં છે. |
૨ | જગતનો કંકાશ ને ફ્લેશ, અદેખાઈ અને દ્વેષ, |
સહુ નિવારણ થયાં. રે. | |
૩ | ચોરી, ખૂન, કુકર્મ મટ્યું, ને દુર્ભાષણ પણ ગયું, |
સદાચરણ મળ્યું. રે. | |
૪ | હ્યાં, તો સ્તુતિ નિત્ય થાય, પ્રભુ કેરું, નામ મનાય, |
પ્રભુનો વાર પળાય. રે. | |
૫ | કુશળતા સુખ, શાંતિએ, આનંદ અને પ્રેમે, |
એ સુખમાં જીવીએ. રે. | |
૬ | માતાપિતા, ભાઈબહેનો, મિત્ર ને સગાંસ્નેહીઓ, |
એ મેળાપ છે હિયાં. રે. | |
૭ | જો તારનારને ઓળખીએ, તેની આશા રાખીએ, |
તો આકાશે જઈએ. રે. | |
૮ | સ્વર્ગમાં નથી પાપ કે દુ:ખ, ત્યાં સદા આનંદ ને સુખ, |
સહુ આંસુ જાય અચૂક. રે. |