365
૩૬૫ - આનંદ આપાર
૧ | આનંદ છે આજ મહા! આનંદ અપાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર | |
અજબ છે પ્યાર અને અજબ ઉદ્ધાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર. | ||
આનંદ | ||
૨ | ઈસુની પ્રીતિનો કરજો વિચાર, દેવ છતાં લીધો માનવ અવતાર; | |
મુખડાં મલકાવો ને માનો આભાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર. | ||
આનંદ | ||
૩ | સારી આ દુનિયાના પાલનહાર, દીન અનાથના એક આધાર, | |
શત્રુ શેતાનનો કરવા સંહાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર, | ||
આનંદ | ||
૪ | આવો થાકેલાં ને દુ:ખી નરનાર, વાટ જુએ વહાલો તારણહાર; | |
પામી લો જીવનમાં પૂરો આરામ, આવ્યા સંસારમાં ઈસુ તારનાર. | ||
આનંદ |