355
૩૫૫ - ખ્રિસ્તવિરહ
ટેક: | તને છોડીને, ખ્રિસ્ત, હું જાઉં કહીં ? જાઉં કહી, પ્રભુ, જાઉં કહીં? |
૧ | વિરહ રે તારો નરક ભયંકર, ભાસે પ્રલાયાનળ પેઠે. |
૨ | પાપી પ્રકૃતિ તણો છું પ્રાણી, તુજ વિણ ભારે ભય લાગે. |
૩ | રુદિયું તુજ વિણ ઊલટું થાયે, આ જગે સૂલટું કોણ કરે? |
૪ | તુજ સંગત વિના તો મુજને, સ્વર્ગસુખ પણ નહિ જ ખપે. |
૫ | વચનામૃત, પ્રભુ, તુજ પાસે છે, જીવનજળ પણ તું આપે. |
૬ | ધર્મરવિ તું ક્ષણભર નહિ તો ઘોર ભયંકર જગ ભાસે. |
૭ | નમન કરી કરગરીએ દાસો, રાખો ચરણે નિત પાસે. |