348

From Bhajan Sangrah
Revision as of 05:40, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૪૮ - વહાલું નામ == {| |+૩૪૮ - વહાલું નામ |- |૧ |ચાહું બહુ સાંભળવા નામ એક, ચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૪૮ - વહાલું નામ

૩૪૮ - વહાલું નામ
ચાહું બહુ સાંભળવા નામ એક, ચાહું બહુ ગાવા તે,
તે સૂર લાગે મધુર અધિક, જગમાં તે મિષ્ટ નામ છે.
ટેક: હું ઈસુને ચાહું (૩), તેની છે મુજ પર પ્રીત.
તે મને કહે તારનારની પ્રીત, મરેલ મુજ મુક્તિ માટ;
તે મને કહે વહેલ શોણિત જે છે પાપીને સાટ.
તે મને કહે બાપનો ભંડાર જે છે દર દિવસ માટ;
જો હું જાઉં કોઈ માર્ગ અંધાર, પ્રકાશ દે આખી વાટ.
તે મને કહે એક જણ વિષે, જે દુ:ખી મુજ દુ:ખમાં;
તે દુ:ખોમાં રહી મુજ પાસે લે ભાગ સૌ સંકટમાં.
તે મને લેશે સ્વર્ગમાં, હા, આવે જ્યારે મરણ;
હાલેલૂયા ! હાલેલૂયા ! ગાઈશ તેને ચરણ.