301
૩૦૧ - માર્ગ તથી સત્ય તથા જીવન
૧ | મારગમાં પ્રભુ સાથ રહી નિત દોર મને, |
ફેરવતો જ્યમ ગાલીલમાં બહુ શિષ્ય કને; | |
અંત પછી મુજ યુદ્ધ તણો જયવંત થશે, | |
ને મનવાંછિત સુખ સદા તુજમાં મળશે. | |
૨ | સત્ય તણું, પ્રભુ, જ્ઞાન ખરું નિત આપ મને, |
શીખવતો જ્યમ ગાલીલમાં મધુરાં વચને; | |
તો મુજ દાસપણું ટળશે, સહુ બેડી જશે, | |
ને બહુ શાંતિ થતાં મનમાં મન મગ્ન થશે. | |
૩ | જીવનની, પ્રભુ, રોટલી તું નિત આપ મને, |
પીરસતો જ્યમ ગાલીલમાં બહુ માનવને. | |
હાલ મને ભૂખ તુજ તણી તું વિના ન નભું, | |
જીવ ઘણો તલપે મળવા, ઝટ આવ, પ્રભુ. |
Phonetic English
1 | Maaragamaan prabhu saath rahi nit dor mane, |
Pheravato jyam gaaleelamaan bahu shishya kane; | |
Ant pachhi muj yuddh tano jayavant thashe, | |
Ne manavaanchhit sukh sada tujamaan malashe. | |
2 | Satya tanun, prabhu, gyaan kharun nit aap mane, |
Sheekhavato jyam gaaleelamaan madhuraan vachane; | |
To muj daasapanun talashe, sahu bedi jashe, | |
Ne bahu shaanti thataan manamaan man magn thashe. | |
3 | Jeevanani, prabhu, rotali tun nit aap mane, |
Peerasato jyam gaaleelamaan bahu maanavane. | |
Haal mane bhookh tuj tani tun vina na nabhun, | |
Jeev ghano talape malava, jhat aav, prabhu. |
Image
Media