૧
|
રુદિયે રે'જે રે, ત્રાતા, વાસ કરી ત્યાં શાંતિદાતા;
|
|
મન અર્પું છું રે મારું, પ્રભુ, હું મન અર્પું મારું,
|
|
તું કરજે મંદિરિયું તારું, કરીને વાસો તેમાં રે',
|
|
અમોને આશોષ સારી દે.
|
રુદિયે.
|
|
૨
|
મનડું ચોખ્ખું રે કરજે, મુજમાં સદ્ગુણો તું ભરજે;
|
|
મેલું મનડું રે મારું, મેલું મન આ તો મારું;
|
|
થશે નહિ તુજ વણ એ સારું, જશે સહુ ડાઘાઓ ત્યારે
|
|
પ્રભુ, તું રક્તે ધો જ્યારે.
|
રુદિયે.
|
|
૩
|
મન છે પ્યાસી રે જગનું, રૂપ ધરે કો વરે ઠગનું;
|
|
કરુણા કરજે રે, સ્વામી, પ્રભુજી, કરણા તું કરજે,
|
|
અમારી નિર્બળતા હરજે, બચાવી લેજે તું, સ્વામી;
|
|
કહું છું મસ્તક હું નામી.
|
રુદિયે.
|
|
૪
|
શેતાન શત્રુ રે તેનો, ભક્ષ ચહે છે નિશદિન એનો;
|
|
કિલ્લો થાજે રે મારો, પ્રભુજી, કિલ્લો થા મારો;
|
|
પ્રભુ, હું સેવક છું તારો, શરણ આવ્યો છું હું તારે,
|
|
તું રે'જે નિશદિન મન મારે.
|
રુદિયે.
|