324
૩૨૪ - જીવતા ખડક
૧ | જીવતા ખડક, ખરી આડ, મારા ઉપર છાયા પાડ ! |
તારી કૂખથી વહ્યું જા તથી લોહી તેનું ફળ | |
થાઓ પાપની બે ઈલાજ: દોષ મટાડો, ટાળો રાજ ! | |
૨ | મારા હાથનાં ઘણાં કર્મ પૂરાં કર્તાં નથી ધર્મ; |
મારી હોંસ નિરંતર હોય, મારો આત્મા સદા રોય, | |
તો પણ કેવળ પ્રાયશ્વિત્ત તારી શકે છે ખચીત. | |
૩ | ખાલી હાથે આવું છું, ઈમાન તું પર લાવું છું, |
નગ્ન હું, માગું લેબાસ; અબળ, કરું છું વિશ્વાસ; | |
તારે ઝરે મને લાવ, તેમાં મને નહવડાવ ! | |
૪ | ટકે જીવનનું અજવાળ, અથવા આવે અંતકાળ, |
ઊડું જીવ આકાશી ઘર, જોઉં તને ન્યાયાસન પર, | |
જીવતા ખડક, ખરી આડ, મારા ઉપર છાપા પાડ. |