316

From Bhajan Sangrah
Revision as of 01:59, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૧૬ - ઈસુનું સ્મરણ == {| |+૩૧૬ - ઈસુનું સ્મરણ |- |૧ |ઈસુની નામને સ્મરું છુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૧૬ - ઈસુનું સ્મરણ

૩૧૬ - ઈસુનું સ્મરણ
ઈસુની નામને સ્મરું છું, તે મનને લાગે મિષ્ટ;
જો જોઉં મુખ ને પાસે રહું તો લાગે બહુ સ્વાદિષ્ટ.
માણસના વિચાર, શક્તિ જે ને મધુર સૂરનાં ગાન,
હે ત્રાતા, મારી દષ્ટિએ ન મિષ્ટ તું સમાન.
લીનોનો આનંદ તથા આશ; ને પતિત પર દયાળ,
શોધકને ન કાઢે નિરાશ, એવો તું છે સૌ કાળ.
જે તને પામે તેનું સુખ અવાચ ને ના લખાય;
ઈસુની પ્રેમનું પૂરું રૂપ અનુભવે જોવાય.
ઈસુ, તું થઈશ મારું ઈનામ, તેમ આનંદ પણ થા હાલ;
થા આજે તું ગૌરવ આ ઠામ, ને એમ જ રહે સૌ કાળ.