309

From Bhajan Sangrah
Revision as of 01:38, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૦૯ - પ્રાર્થના == {| |+૩૦૯ - પ્રાર્થના |- |૧ |જન્મ થકી અવળી મુજ વાતો સર્વ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૦૯ - પ્રાર્થના

૩૦૯ - પ્રાર્થના
જન્મ થકી અવળી મુજ વાતો સર્વ ગયેલી,
સંધી ચાલ વિષે બહુ સંધી ચૂક થયેલી.
ત્રાતા, તું બળવાન ભણી હું દીન ફરું છું;
તોડૉ બેડી પાપ તણી, એ પ્રાર્થ કરું છું.
આંખ વિષે તુજ તેજ ભરી જન્માંધ મટાડો;
સાંભળતો કરતાં મારો બહેરાટ હઠાડૉ.
આત્મા જે મૃતરૂપ થયો તે ચેતન પામે,
તેને જીવ મળ્યો દીસે તારે સહુ કામે.
કર્તા, આ પાષાણ તણું હૈડું બદલાવો;
આપી જન્મ નવો ચોખ્ખો વ્યવહાર ચલાવો.
પ્રેમ નવો ને ભાવ નવો, સારું કરવાને,
દિલ નવું આપો, સહુ દુષ્ટ તજી ફરવાને.