306
૩૦૬ - ખ્રિસ્તની આરાધના
૧ | અમો આવિયાં આજ સૈ ખ્રિસ્ત નામે, અમો આવિયાં તો ઈસુને વિરામે; |
અમે સેવ ત્રાતા તણી આજ કીધી, અને દેવ દાતા તણી વાત લીધી. | |
૨ | અમારાં બધાં પાપ તો માન્ય કીધાં, અને ખ્રિસ્ત દેવે બધાં ભૂંસી દીધાં; |
સદા શુદ્ધ આત્મા હવે, ખ્રિસ્ત્ત, દેજો, અને દર્દ સંધાં ઈદુ ખ્રિસ્ત, લેજો. | |
૩ | અમે જીવિયે ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો, દઈ શુદ્ધ બુદ્ધિ; |
પછી મોતનું તેડું તો જ્યાર આવે, અમોને તમો પાસ તે ત્યાર લાવે. | |
૪ | અમો તો તમોથી ખરું સુખ લૈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું; |
તમો છો અમારા ખરા પાળનારા, તમોને મૂકીને અમો ના જનારા. |