302

From Bhajan Sangrah
Revision as of 00:24, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૦૨ – નવું મન == {| |+૩૦૨ - નવું મન |- |૧ |ઈસુ, સામર્થ તારું મન નવું કરનારુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૦૨ – નવું મન

૩૦૨ - નવું મન
ઈસુ, સામર્થ તારું મન નવું કરનારું,
મારું મન બદલાવે ને નવું કરાવે;
વ્હાલાં પાપથી ફરેાા, તારી ઈચ્છા કરવા,
નવો ભાવ કરાવે, નમ્રતા ઉપજાવે.
મુજને નાનો જાણું, બીજાં મોટાં માનું,
પોતે થોડું માગું, બીજાંઓને આપું;
ગર્વ મનથી કાઢી, પોતાપણું પાડી,
મન ઉદાર કરાવો, દયામાં ચલાવો.
તારા માર્ગો ઝાલું, તારે પગલે ચાલું,
માટે શક્તિ આપો, સતને માર્ગે સ્થાપો;
ઈસુ, શકિત તારી મન નવું કરનારી,
મારું મન બદલાવે ને નવું કરાવે.