15

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૫ – ભજન કરવાનું નોતરું

૧૫ – ભજન કરવાનું નોતરું
સહુ જગતના લોકો, આવો, હર્ખે દેવનાં ગીતો ગાઓ;
તેની સેવા કરો ભાવે, બધા તેને શરણે આવે.
જાણો દેવ છે એક યહોવા, આવો તેનો મહિમા જોવા;
આપણે ના પોતાથી થયાં, તેના હાથે છીએ બન્યાં.
તેના લોકો છીએ બધા, ને ચારાનાં ઘેટાં સદા;
સ્તુતિ કરતાં બારણે પેસો, તેના ઘરમાં આવી બેસો.
તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો;
કેમ કે પ્રભુ છે દયાળુ, ને સદાકાળ કરૂણાળુ.
પેઢી દર પેઢીને માથે, દયા કરશે દાતાર હાથે;
તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો.

Phonetic English

15- Bhajan kerwanu notaru
1 Sahu jagat na loko aoo, herkhe devna geeto gaoo;
Teni sewa karo bhawe, badha tene sharane aawe.
2 Jano dev che ek yahowa, aao teno mahima jowa;
Aapane na potathi thayan, tena hathe chiae banya.
3 Tena loko chiye badha, ne charana geta sada;
Stuti kerta barane peso, tena gharma aawi beso.
4 Teno aabhar sangha mano, tena namne sahu bakhano;
Kem che prabhu che dayalu, ne sadakad karunadu
5 Pedhi der pedhine mathe, daya kerse datar sathe
Teno aabhar sangha mano, tena namne sahu bakhano.