160

From Bhajan Sangrah
Revision as of 01:37, 1 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૬૦ - ઈસુ મારો પ્રીતમ== {| |+૧૬૦ - ઈસુ મારો પ્રીતમ |- | |"I’ve found a friend in Jesus" |- |Tune: |S. S. 1...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૬૦ - ઈસુ મારો પ્રીતમ

૧૬૦ - ઈસુ મારો પ્રીતમ
"I’ve found a friend in Jesus"
Tune: S. S. 104
કર્તા: સી. ડબ્લ્યુ. ફ્રાઈ
ઈસુ છે મારો મિત્ર, તે મારો છે પ્રીતમ;
છે બીજા સૌ કરતાં મને વહાલો.
છે ખીણોની ગુલછડી, ને સૌ કરતાં ઉત્તમ;
શુદ્ધ કરીને સાફ રાખે છે મન મારું.
દુ:ખમાં દે છે દિલાસો, સંકટમાં રાખે સ્થિર;
ને કહે છે મજ પર નાખો સૌ ચિંતા.
ટેક: છે ખીણોની ગુલછડી, પ્રભાતનો તારો તે;
મને વહાલો લાગે બીજા સૌ કરતાં.
દુ:ખ મારું તેણે લીધું, ને વેઠયો છે કલેશ;
પરીક્ષણ મધ્યે મારો છે કિલ્લો.
મેં તેને કાજ સૌ તજ્યું, સૌ મૂર્તિઓ વિશેષ;
અને હાલ તે સાફરાખે છે દિલ મારું.
સૌ સંસાર મને મૂકે ને શેતાન કરે જોર;
પણ કદી નહિ તજીશ મારો ત્રાતા.
મને તે તજનાર નથી, કદી નહિ કરશે ત્યાગ;
જ્યાં લગ વિશ્વાસથી માનું તેની વાત.
તે મારી સંભાળ માટે ચોફેર રાખે છે આગ;
મને સ્વર્ગી અન્ન ખવાડી રહે છે સાથ.
પછી સ્વર્ગમાં બેસી હું જોઈશ તેનું મોં;
જ્યાં સુખ શાંતિની વહે છે સરિતા.