1

From Bhajan Sangrah
Revision as of 23:46, 1 July 2013 by 173.161.244.221 (talk)
Jump to navigation Jump to search

૧ – પ્રભુનું સ્તોત્ર

ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે.

૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા,

    	ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો,	કારક, ભાષક, શ્રોતા

૨ ભક્તસમાજ નિરંતર તેને, સાથ ભજો અનુરાગે;

   	નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, 	પ્રેમસુ ગાયક જાગે.

૩ ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, અદ્ભુત કાર્ય અનુપા;

    	જીવનદાતા, શુભ પ્રતિપાલા, 		ધન્ય દયામય ભૂપા.

૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી;

       ગાન વખાણ કરો સહુ ઠામે, 		અંતરમન હરખાવી.