157

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૫૭ - મધુર નામ

૧૫૭ - મધુર નામ
કર્તા: એન. જે. જયેશ.
ટેક: પ્રભુ, પરમ મધુર નામ, તારું.
દુ:ખ તણા પહાડ પડે, એમ રડે કંઈ ન વળે,
લેતાં ઈસુ નામ ટળે, તુર્ત ત્રિવિધ તાપ. મધુર.
નામ ઈસુનું જો રટે, દુ:ખ, દર્દ, રોગ મટે,
બીક બધા બોજ હઠે, લેને તો દિનરાત. મધુર.
ઉરમાં આનંદ થાયે, નામ પ્રભુનું રટાયે,
સુખ અને શાંતિ થાયે, રાખ હ્રદય માટે. મધુર.
લાખ લાખ દૂત નિતે, નામ રટે એક ચિત્તે,
મુખ જયે રાખ માટે, ભાઈ તું દિનરાત. મધુર.