154
૧૫૪ - જય ખ્રિસ્ત, જય ખ્રિસ્ત
ટેક: | જય ખ્રિસ્ત, જય ખ્રિસ્ત, જય પ્રભુ ખ્રિસ્ત, |
આશીર્વાદ દયાળ, અમ ઉપર થાઓ. | |
૧ | જય જયકાર તારો આ લોકે ગરજાવો, |
એ વિણ અમારો હેતુ અન્ય નહિ થાઓ. | |
૨ | અવિનાશી સૌખ્યનો પ્યાલો મધુર પીવો, |
પ્રેમ ભરી તે તૃષિતો અન્યોને પાવો. | |
૩ | પરમ પવિત્ર દેવ, વર એવું આપો, |
અહીંયાં અને સદા યોગ તુજ થાઓ. |