153
૧૫૩ - ત્રાતાનું સ્તોત્ર
ટેક: | જગતારકના ગુણ ગાઓ, અકથ તેના માનતાં. |
૧ | સ્ત્રી ઉદરે જે દેહ કરાયો, સદ્ભુત ઉત્પત્તિ જેની, |
જાણ પડે નહિ એકે મર્મે અણકળ વાર્તા તેની. અકથ. | |
૨ | જીવજનો ને વૃખની જાતિ, ચેતન જડનો કર્તા, |
લેખક, ભાષક, સહુ જુગ કાઢે, વર્ણન તેનું કરતાં. અકથ. | |
૩ | સહુનો કર્તા, કારણ ત છે, સર્વ પરાક્રમ પૂરો; |
શોધક, બોધક, જે જગમાં છે, સહુનો યત્ન સધૂરો. સકથ. | |
૪ | જગત્રાતા, તમ દીન દયાળુ, માનવદોય મટાડો; |
માફ કરો અપરાધ અમારા, સતનું જ્ઞાન પમાડો. અકથ. | |
૫ | પુણ્ય દિવાકર ખ્રિસ્ત પ્રકાશે, લલિત ઊગે જ્યમ ચંદા; |
દોષિત મનમાં સુખ ઉપજાવે, હર્ષ તુજ બંદા. અકથ. |