145

From Bhajan Sangrah
Revision as of 02:12, 31 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે== {| |+૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે |- |૧ |ઈસુ પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે

૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે
ઈસુ પધારીઓ બેથલેહેમ ગામ, જન્મ ગભાણમાં ને થાય હલકું નામ
કેવું અજાયબ! રે સુંદર તે કામ-શોધી કાઢવા મને!
કાલવરી પર મારું દેવું ભરાય, જેથી મુજ આત્માની મુક્તિ રાય;
કેવું અજાયબ ! શી રીતે મનાય? ઈસુ મર્યો મુજ કાજ!
જ્યારે હું રાનમાં રખડતો કંગાળમ, મને મનાવતો'તો ઈસુ સ્નેહાળ;
આજે પણ તેવો છે ઈસુ દયાળ, મુજને બોલાવે છે.
ગગનથી તે ફરી આવનાર છે ખાસ, કાળ જતાં વચને વાઘે મીઠાશ;
ઊતરતાં જોઈશ એવી મારી આશ, આવશે લેવા મને !