124
૧૨૪ – વિજયી પુનરુત્થાન
ટેક: | ભર્યો આનંદ ઉર માંય, ફીટી મરણની છાંય, |
ઈસુ ઊઠયો જય જયકાર. | |
જીતી શત્રુ સમુદાય, વળી પાપો ને અન્યાય, | |
ઈસુ ઊઠયો જય જયકાર. | |
૧ | પામ્યો મરન સહી દુ:ખ ખાસ, કીધો ત્રણ દિવસ ઘોરવાસ; |
ઊઠયો તે, ઊઠયો તે, દિન રવિને પ્રભાત, ધન્ય પ્રભુ સાક્ષાત. ભર્યો. | |
૨ | થયો કબર ઉપર જયવાન; તોડી બંધન આપ્યું મુક્તિદાન; |
માણોને, માણોને, આપ્યો સ્વર્ગીય ઉલ્લાસ, ટાળ્યો નરકનો વાસ. ભર્યો. | |
૩ | પાપી કાજે થયો એ ત્રાણ, વિશ્વાસે મફત લો દાન; |
ગાએ છે, ગાએ છે, સ્તુતિ તણાં દૂતો ગાન, ઈસુ થયો જયવાન. ભર્યો. |