|
૮, ૬ સ્વરો
|
|
“Alas ! and did my Saviour bleed?”
|
Tune :
|
Martyrdom, or Avon. C.M.
|
કર્તા :
|
આઈઝેક વાઁટ્સ, ૧૬૭૪-૧૭૪૮
|
અનુ. :
|
યૂસફ ધનજીભાઈ
|
૧
|
શું રકત વહ્યું, ત્રાતા તારું ! શું મુજ રાજા મર્યો !
|
|
મુજ જેવા કીડાને સારુ યજ્ઞ મહા કર્યો !
|
૨
|
શું મુજ પાપ માટ થવા તારનાર થંભે લીધો તેં શાપ !
|
|
અજબ દયા ! અજબ ઉદ્વાર ! અને પ્રીતે અમાપ !
|
૩
|
સૂર્ય તો છુપાય અંધારે, તેજ પુંજ ઝાંકો કરે;
|
|
માનવનાં પાપ કાજે જ્યારે, ખ્રિસ્ત જગકર્તા મરે.
|
૪
|
શરમિંદું મુખ સંતાડી દઉં તુજ સ્તંભ જ્યારે દેખાય;
|
|
અંતર આભારથી ઊભરે બહુ, આંસુ ઊમટે આંખ માંય.
|
૫
|
શોકનાં આંસુ નહીં વાળે પ્રેમનું મુજ દેવું એ;
|
|
અર્પાઉં તને હું આ કાળે ધર્મ મુજ માનું તે.
|