ટેક :
|
વા'લો વધસ્તંભ વ્યોમે ! મનહર મધુરો લાગે,
|
|
વે'છે રુધિરની ધારા, રડતાં બળું હું આગે.
|
૧
|
કાંટાનો મુગટ માથે ! ભાલે વીધાયો ત્રાતા,
|
|
જિગર જખમ થઈ ઝૂરે, ધન્ય, ઓ જીવનદાતા. વા'લો
|
૨
|
સિયોન સુંદરીઓ રડતી ! માતા તો મૂર્છા પામી,
|
|
વૃદ્ધ, બાળ, તરુણો રડતાં, આજે જગતભર, સ્વામી. વા'લો
|
૩
|
જગતનું અજવાળું ઝાંખું પડતું આ થંભે આજે,
|
|
અંધકાર છવાય સર્વત્ર, પૃથ્વીનાં પાપો. કાજે. વા'લો
|
૪
|
પાપો અધોર મુજ કેવાં ! ખંડણી ભરી તેં ભારી,
|
|
અર્પું છું આજ આ થંભે, જિંદગી, પીતાજી, મારી. વા'લો
|
૫
|
કાલવરી, કૃત મુજ કાળાં થંભે જડું હું આજે,
|
|
થંભેથી હું પોકારું : "સંભારજે તુજ રાજે" વા'લો.
|