105

From Bhajan Sangrah
Revision as of 23:23, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૦૫ - લોભો પ્રભુને થંભે જડાવ્યો== {| |+૧૦૫ - લોભો પ્રભુને થંભે જડાવ્યો |-...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૦૫ - લોભો પ્રભુને થંભે જડાવ્યો

૧૦૫ - લોભો પ્રભુને થંભે જડાવ્યો
રાગ : કાલિંગડો
કર્તા : એન. જે. જયેશ.
દિન કેવો પ્રભએ બતાવ્યો, પ્યારા ઈસુને થંભે જડાવ્યો,
એ તો ખૂનીઓ સાથ ગણાયો, હાય, એને વચ્ચે લટકાવ્યો.
દેખી સિત્તમ રવિ શરમાયો ! ભૂતળે અંધકાર છ્વાયો !
ધરતી ધ્રૂજી અને કંપ થયો ! પ્યારા ઈસુને.....
રહેમ, યહૂદા, હ્રદે તું ન લાવ્યો? પ્યારા ઈસુનો ઘાટ ઘડાવ્યો?
જીવ આ કરમે કેમ ચાલ્યો ! પ્યારા ઈસુને.....
તું તો વરસો પ્રભુ સાથ ચાલ્યો, તને તેના ભાણે જમાડયો,
કાળું કરતાં તને ક્ષોભ ના'વ્યો ? પ્યારા ઈસુને.....
મૂલ્ય લઈ પ્રભુને વેચી આવ્યો, એથી આખર શું રે કમાયો?
શાને નરકે, નરાધામ, ધાયો, પ્યારા ઈસુને.....
ખેર, થંભ કને કેમ ના'વ્યો? તારા પ્રભુને જ્યાં જકડાવ્યો,
શિર કૂટી ન કાં પસ્તાયો? પ્યારા ઈસુને.....
પેલા ચોરે પ્રભુને પોકાર્યો, મરતાં પાપને શોક બતાવ્યો,
તેને કૃપાળુએ ત્યાં જ તાર્યો, પ્યારા ઈસુને.....