498
૪૯૮ - અજવાળે
(બંગાળી ગીત પરથી) | |
અનુ. : જે. એસ. સ્ટીવન્સન | |
ટેક: | ચાલીએ સૌ અજવાળે, અજવાળે, અજવાળે, |
ચાલીએ સૌ અજવાળે, ત્રાતાની સાથે. | |
૧ | ઈસુ પાસે હું જઈશ, અજવાળે, અજવાળે; |
તેની સાથે હું ચાલીશ તેને અજવાળે. ચાલીએ. | |
૨ | પાપની માફી પામી લઈશ, અજવાળે, અજવાળે; |
ભૂંડું સર્વ છોડી દઈશ તેને અજવાળે. ચાલીએ. | |
૩ | યત્ન કરું ઈસુ કાજ, અજવાળે, અજવાળે; |
શક્તિ પામું લડવા આજ તેને અજવાળે. ચાલીએ. | |
૪ | શેતાન મને શું કરે ? અજવાળે, અજવાળે; |
નિત્ય મને જય મળે તેને અજવાળે. ચાલીએ. | |
૫ | મારું મરણ જ્યારે થાય, અજવાળે, અજવાળે; |
ત્યારે બીક ન લાગે કાંઈ તેને અજવાળે. ચાલીએ. | |
૬ | બાપના ઘરે જઈશું, અજવાળે, અજવાળે; |
સદા સુખી રહીશું તેને અજવાળે. ચાલીએ. |
Phonetic English
(Bangaali Geet Parathi) | |
Anu. : J. S. Stevenson | |
Tek: | Chaaliye sau ajavaade, ajavaade, ajavaade, |
Chaaliye sau ajavaade, traataani saathe. | |
1 | Isu paase hun jaeesh, ajavaade, ajavaade; |
Teni saathe hun chaaleesh tene ajavaade. Chaaliye. | |
2 | Paapani maaphi paami laeesh, ajavaade, ajavaade; |
Bhoondun sarv chhodi daeesh tene ajavaade. Chaaliye. | |
3 | Yatn karun Isu kaaj, ajavaade, ajavaade; |
Shakti paamun ladava aaj tene ajavaade. Chaaliye. | |
4 | Shetaan mane shun kare ? ajavaade, ajavaade; |
Nitya mane jay male tene ajavaade. Chaaliye. | |
5 | Maarun maran jyaare thaay, ajavaade, ajavaade; |
Tyaare beek na laage kaani tene ajavaade. Chaaliye. | |
6 | Baapana ghare jaeeshun, ajavaade, ajavaade; |
Sada sukhi raheeshun tene ajavaade. Chaaliye. |
Media