|
વિક્રાંત
|
|
(યોહાન ૧૦ : ૧૪)
|
કર્તા :
|
થોમાભાઈ
|
|
પાથાભાઈ
|
૧
|
જોખમમાં મુજ પ્રાણ હતો, બચવા નહિ આશા;
|
|
ચોગમ તો નર ઘાતકની ભયકારક ત્રાસા.
|
|
બહુ ગભરાટ થયો મુજને, નર ઘાતક ભાળ્યો;
|
|
રૂપ ભયાનક ઘાતકનું, મુજને ઝટ ઝાલ્યો.
|
૨
|
ઘાત કર્યો બહુ લોક તણો, જગમાં બહુ ફાવ્યો;
|
|
દ્વેષક તેમ જ પ્રાણ તણો ભમતો નર આવ્યો.
|
|
ઉત્તમ પાળક ખ્રિસ્ત મળ્યો, નર ઘાતક નાઠો;
|
|
તે પળથી મન શાંત થયું, સુણતાં શુભ ઘાંટો.
|
૩
|
ઉત્તમ જે ભરવાડ ખરો, નિજ મેષ બચાવે;
|
|
વાઘ, વરુ નહિ નાશ કરે, બહુ હામ ચલાવે.
|
|
ઉત્તમ જે ભરવાડ ખરો, નિજ મેષ બચાવે;
|
|
જોખમમાં નિજ પ્રાણ ધરે, નર દુષ્ટ હઠાવે.
|
૪
|
ઉત્તમ પાળક ખ્રિસ્ત ખરો, બહુ પ્રેમ ભરેલો;
|
|
જોખમમાં નિજ પ્રાણ ધર્યો, જમ સાથ લડેલો;
|
|
યુદ્ધ કર્યું પરમાર્થ ધરી, પગ, હાથ વીંધાયા;
|
|
પ્રેમ અપાર હતો મનમાં, દુ:ખ શિર ઉઠાયાં.
|
૫
|
ઘાતકનું શિર ચૂર કરી બળ ભંગ કર્યું છે;
|
|
તો જયકાર કરો સઘળાં, શુભ ત્રાણ થયું છે.
|
|
ઉત્તમ પાળક ખ્રિસ્ત તણે શરણે સહુ આવો;
|
|
તો છૂટશો નર ઘાતકથી, સુખ ધામ સિધાવો.
|