346

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૩૪૬ - ખ્રિસ્ત, હું તારો જ છું

૩૪૬ - ખ્રિસ્ત, હું તારો જ છું
ટેક: રાખ મને સ્તંભ પાસે, હે પ્રભુ,
જ્યાં તેં મુજ માટ મોત સહ્યું;
રાખ મને તુજ કૂખની પાસે, હે પ્રભુ,
જ્યાંથી મૂલવાન રક્ત વહ્યું.
તારો છું, ઓ ખ્રિસ્ત, માનું તારી વાત,
કાં કે તેં કીધી છે પ્રીત;
તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ,
ને તુજ પાસે રહીશ નિત.
મુજને અર્પિત કર તારી સેવા કાજ,
તારી મહા કૃપાએ;
ખરા વિશ્વાસે જોઉં તને આજ,
તારી મરજી મુજ થાએ.
ઘડીભર જો હું મળું તારી સાથ,
શાંતિ મુજ દિલને વળે;
જ્યારે આરાધું તને, ઓ મુજ નાથ,
મળું જેમ મિત્રો મળે.
સમજી શકું ના તારો ઊંડો પ્યાર,
જ્યાં લગ આ જગમાં છે વાસ;
જોઈ શકીશ હું તારો હર્ષ અપાર,
જ્યારે આવીશ તારી પાસ.

Phonetic English

346 - Khrist, hun taaro ja chhun
Tek: Raakh mane stambh paase, he prabhu,
Jyaan ten muj maat mot sahyun;
Raakh mane tuj kookhani paase, he prabhu,
Jyaanthi moolavaan rakt vahyun.
1 Taaro chhun, o Khrist, maanun taari vaat,
Kaan ke ten keedhi chhe preet;
To pan aavun hun khara vishvaas saath,
Ne tuj paase raheesh nit.
2 Mujane arpit kar taari seva kaaj,
Taari maha krapaae;
Khara vishvaase joun tane aaj,
Taari maraji muj thaae.
3 Ghadeebhar jo hun malun taari saath,
Shaanti muj dilane vale;
Jyaare aaraadhun tane, o muj naath,
Malun jem mitro male.
4 Samaji shakun na taaro oondo pyaar,
Jyaan lag aa jagamaan chhe vaas;
Joi shakeesh hun taaro harsh apaar,
Jyaare aaveesh taari paas.

Media