84

From Bhajan Sangrah
Revision as of 19:43, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૮૪ - ખ્રિસ્ત સર્વ શુભ ઉપમા યોગ્ય છે== {| |+૮૪ - ખ્રિસ્ત સર્વ શુભ ઉપમા યોગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૮૪ - ખ્રિસ્ત સર્વ શુભ ઉપમા યોગ્ય છે

૮૪ - ખ્રિસ્ત સર્વ શુભ ઉપમા યોગ્ય છે
(ચરણાકુલ)
કર્તા : જે. વી. એસ. ટેલર
શી ઉપમા ઈસુને દઈએ? શાં દષ્ટાંતો તેનાં કહીએ?
કો જન તેના સદ્ગુણ જાણે? પૂરો તેને કોણ વખાણે?
જાણો, ઈસુ સૂર્ય પ્રકાશી, તે બહુ તેજ કરે આકાશી,
પાતક, અંધ તે કાઢે, પાતક, ઠંડક સર્વ મટાડે.
ઈસુ અન્ન વળી આકાશી, કાધે જીવન છે અવિનાશી;

જીવનદાયક અન્ન જ ખાઉં, દુ:ખ, મરણથી છૂટો થાઉં. ઈસુ જીવનઝરણ છે જાણી નહિ ખૂટે તે પીઉં પાણી; પીધો તરસ કદી નહિ લાગે, અવર કદી આત્મા નહિ માગે.

૩ ઈસુ દ્રાક્ષાવેલો જાણું, વિશ્વાસી સહુ ડાળી માનું; તેથી રસ, ફળ, ફૂલો આવે, સહુ બળ શોભા તે જ કરાવે. ઈસુ યજ્ઞ થયો જગ માટે, પ્રાણ તજ્યો અપરાધી સાટે; તે પર ભાવ ધરી મન રાખું, દોષ-નિવારણના ગુણ તાકું.

૪ ઈસુ અચળ શિલાના જેવો, તે પર ઘરનો પાયો દેવો; દ્રઢ વિશ્વાસ ધરી તે નાખું, દઢ રહેવાની આશા રાખું, એ ઉપરાંત ઘણી ઉપમા છે, કોણ જ લેખું પૂરું વાંચે? સહુ ભૂમંડળ જોતાં જઈએ, તો પણ સર્વ પૂરું વાંચે? સહુ ભૂંમંડળ જોતાં જઈએ, તો પન સર્વ સધૂરાં રહીએ.