341
૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ
૧ | આવો, ઈસુ, જગના રાજા, ભાવ કરીને મન આપું; |
અતપથની જે રૂડી રીતો અંતર લઈ તે સહુ સ્થાપું. | |
૨ | સેવા કરતાં સંધું ત્યાગું, કશું ન રાખું મુજ કાજે; |
સતપથ જીવન તુંમાં જાણી સેવ કરું હું મન સાજે. | |
૩ | ઘટ ભીતરથી ખટપટ ટાળું, સેવા સાચી મન ધારું; |
ઈસુ દેખી શીશ નમાવું, હર્ખે અર્પું તન મારું. | |
૪ | શુદ્ધ ભક્તિ આભૂષણ જાણી શાંતિ ધરું બહુ મન મારે; |
સહન કરીને સહુનું સાંખું, પ્રભુ બાળક છું જગ ધારે. | |
૫ | સહુ સંગે સત પ્રેમે ચાલું, પિતા તણું હું મન રાખું; |
કે તે સાચો પૂર્ણ દયાળુ, હું પણ તેના ગુણ ભાખું. | |
૬ | દાસો, આવી ઈસુ પાસે લેજો રૂડું મન માગી; |
જગમાં તેનું માન વધારો, તે તમને દે નહિ ત્યાગી. |
Phonetic English
1 | Aavo, Isu, jagana raaja, bhaav kareene man aapun; |
Atapathani je roodi reeto antar lai te sahu sthaapun. | |
2 | Seva karataan sandhun tyaagun, kashun na raakhun muj kaaje; |
Satapath jeevan tunmaan jaani sev karun hun man saaje. | |
3 | Ghat bheetarathi khatapat taalun, seva saachi man dhaarun; |
Isu dekhi sheesh namaavun, harkhe arpun tan maarun. | |
4 | Shuddh bhakti aabhooshan jaani shaanti dharun bahu man maare; |
Sahan kareene sahunun saankhun, prabhu baalak chhun jag dhaare. | |
5 | Sahu sange sat preme chaalun, pita tanun hun man raakhun; |
Ke te saacho poorn dayaalu, hun pan tena gun bhaakhun. | |
6 | Daaso, aavi Isu paase lejo roodun man maagi; |
Jagamaan tenun maan vadhaaro, te tamane de nahi tyaagi. |
Media