|
(મારા પ્રાણપ્રિય ઈસુ - એ રાગ)
|
કર્તા :
|
એમ. બી. સત્સંગી
|
ટેક :
|
મારો પ્રિય ઈસુ નાથ, જન્મ્યો પતિતોને માટ,
|
|
પતિતોને માટ ઈસુ, પતિતોને માટ.
|
૧
|
સ્વર્ગી સુખ ને મહિમા મૂકી થયો તે બહુ લીન;
|
|
માનવ પાપનિવારણ અર્થે જન્મ્યો નાતાલ દિન. મારો.
|
૨
|
પોઢેલો છે ગભાણ માંહે દેવ તણો એ સુત;
|
|
સ્વર્ગી દૂતો ગીતો ગાઓ, મસીહ છે અદ્ભુત. મારો.
|
૩
|
માગી લોક ઉમંગે આવ્યા દર્શન કરવા માટ;
|
|
બાળરાયને અર્પણ અર્પી પ્રણમે ભલીભાત. મારો.
|
૪
|
પાપ તણો અનુતાપ કરીને વિશ્વાસ રાખો, ભ્રાત;
|
|
ત્રાતા ઈસુ ખ્રિસ્ત ખરેખર તારે માનવ જાત. મારો.
|
૫
|
હ્રદયરૂપી અર્પણ આજે માગે ઈસુ નાથ;
|
|
મનની માંહે ગાદી સ્થાપી રહેવા સદા સાથ. મારો.
|
૬
|
નાતાલ કેરા શુભ પ્રસંગે ખ્રિસ્તી મિત્રો ઈષ્ટ
|
|
હર્ષિત સાદે સઘળા બોલો, "જય, જય, ઈસુ ખ્રિસ્ત." મારો.
|