79
૭૯ - ચરણે નમીએ
કર્તા : | જયવંતીબહેન જે. ચૌહાન |
ટેક : | ચરણે નમીએ, આજે, વિભુજી ચરણે નમીએ આજે. |
૧ | સ્વર્ગભુવનનાં સુખ તજીને, પોઢયો ગભાણને ધામે, વિભુજી. |
૨ | સૃષ્ટિકેરા સૃષ્ટા તને ઓ, મળ્યું ન સારું ઠામે, વિભુજી. |
૩ | પરાઈ ગભાણ ને પરાઈ ભૂમિ, મુજ ઉદ્વારને કામે, વિભુજી. |
૪ | માતા મરિયમને અંકે એ ઝૂલે અવતારી મારે કાજે, વિભુજી. |
૫ | હાર ને હેમના સાજ નથી પણ, હૈયું પ્રેમે ભરાયે, વિભુજી. |
Phonetic English
Kartaa : | Jayavantibahen J. Chauhan |
Tek : | Charane namiae, aaje, vibhuji charane namiae aaje. |
1 | Swargbhuvananaa sukh tajine, podhayo gabhaanane dhaame, vibhuji. |
2 | Shrushtikeraa shrustaa tane o, madyu na saru dhaame, vibhuji. |
3 | Paraai gabhaana ne paraai bhumi, muj uddhaarane kaame, vibhuji. |
4 | Maataa mariyamne anke ae zule avataari maare kaaje, vibhuji. |
5 | Haar ne hemanaa saaj nathi pan, haiyu preme bharaye, vibhuji. |
Media