|
૮,૮,૮,૬ સ્વરો અને ટેક
|
|
"We three Kings of orient are"
|
|
Tune :
|
Kings of Orient.
|
કર્તા :
|
જોન એચ. હોપ્કીન્સ, ૧૮૨૦-૯૧
|
અનુ. :
|
જયાનંદ આઈ ચૌહાન.
|
૧
|
પૂર્વના અમ રાજન ત્રણ, દૂરથી આવ્યા અર્પણ;
|
|
નદી, નાળાં, પાધર, પહાણા, નજર સિતારા ગમ.
|
ટેક :
|
ઓ....દૈવ તેજના સિતારા, આગળ થઈને દોરજો અમને,
|
|
રાત્રીના ગેબી તારા; જ્યાં છે મુજ તારણહારા.
|
૨
|
રાજા જન્મ્યો બેથલેહેમ ગામ, સોનું લાવું મુગટને કામ;
|
|
રાજા સદા, અંત ન કદા, પ્રજા તેની તમામ.
|
૩
|
લોબાન લઈને ચાલ્યો આવું, દેવને ધૂપ હું ધરવા લાવું;
|
|
સ્તુતિ-સન્માન, ચઢે સૌ ઠામ, ભજો મહા પ્રભુ.
|
૪
|
બોળની કડવી ધૂણી મારી, માર ને મોતની સૂચવનારી;
|
|
શત્રુ-શરણ, લોહી, મરણ, ઘોર પર મહોર મારી.
|
૫
|
ગૌરવવાન છે તેનું ઉત્થાન, રાજા, પ્રભુ, ને બલિદાન,
|
|
હાલેલૂયા, હાલેલૂયા, ગાજે જગત આસમાન.
|