Bhajan Sangrah:About
૧ – પ્રભુનું સ્તોત્ર
ટેક : જય જય પરમ દયામય સ્વામી, | સ્મારક ગાન કરો રે. | |
૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, |
રાય, પ્રજાજન જોતા, | |
ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, |
કારક, ભાષક, શ્રોતા | |
૨ |
ભક્તસમાજ નિરંતર તેને, | સાથ ભજો અનુરાગે; |
નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, | પ્રેમસુ ગાયક જાગે. |
૩ ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, અદ્ભુત કાર્ય અનુપા;
જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા.
૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી;
ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.
૨ - ધન્ય ત્રૈક ઈશ્વર "Holy, Holy, Holy, Lord God Almighty" Tune: Nicaea ૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો કર્તા : બશપ રેજિનોલ્ડ હીબર, ૧૭૮૩-૧૮૨૬ અનુ: રોબર્ટ વાર્ડ
૧ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી, મળસકું થતાંમાં જ, તુજને છે સલામી. હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ; ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
૨ હે ઈશ્વર, પવિત્ર ! સંત સેવા કરે, ચળકતા સાગર આસપાસ સુવર્ણ તાજ ધરે; કરૂબીમ, સરાફીમ પાય લાગી ગાય ગા, તું જ હતો, છે, ને સદા રહેવાનો.
૩ હે ઈશ્વર, પવિત્ર! વ્યોમે વસ્તી તારી, પાપી આંખ ન દેખે તુજ મહિમા જે ભારી; એકલો તું જ પવિત્ર, નથી કોઈ તુજ સમાન, શક્તિમાન, પૂર્ણ, પ્રેમાળ, ને શુદ્ધ નામ. ૪ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી, ગાય સૌ સ્રુષ્ટિ તુજ નામ જળ, સ્થળ, ને સ્વરધામી; હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ; ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
3 – પ્રભુને આમંત્રણ
૧ પધારો પ્રભુજી, સભામાં પધારો, સભાની મહીં અગ્રસ્થાને બિરાજો,
તમારા કૃપાળુ કરોને પ્રસારો, અમારાં મહા દુ:ખ સંધાં નિવારો.
૨ પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો, અમારી વિનંતી બધી ઉર ધારો,
અમોને સુણાવો સુબોધ તમારો, કરો સાહ્ય આશિષ આપી હજારો.
૩ પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો, અમારી બધી સેવના તે સ્વીકારો,
નથી અન્ય કો પાપથી તારનારો, અને સ્વર્ગની વાટમાં દોરનારો.
૪ પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો, અમારાં રુદિયાંની માંહે બિરાજો;
ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી, સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ.
૪ – ઈશ્વર સ્તવન
ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા,
અંતર સતથી મારા, નામ પવિત્ર તેનું તું ગા....
૧ ભૂલ મા સૌ ઈશના ઉપકારો, પાપોની માફી સઘળી પામ્યો, વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, નાશથી જીવને ક્ષેમ બચાવે.
૨ ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો, શિર પર તારા તે જ તો ધરતો, વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, ગરુડ બળો સમ જીવન કરતો. |}