52
૫૨ – ઈશ્વર દ્ધારા ભકતોનો જય
૧ | દેવ છે આશરો સંતનો રોજ, | તો પછી શું કરે દુષ્ટની ફોજ? |
ત્રાસ પામી જશે સંતથી દૂર, | સંતની ફોજમાં ખ્રિસ્ત છે શૂર. | |
૨ | હોય જોદ્ધા ઘણા જોરમાં પૂર, | તોય પાછા પડે સંતથી દૂર, |
"એલિયા સામણે રૂઠિયો રાય, | જીવથી મારવા ફોજ ત્યાં ધાય; | |
૩ | દેવનો આશરો એલિયા પાસ, | રાયના સૈનિકો પામિયા નાશ". |
એ વિના દાખલા શાસ્ત્રમાં વાંચ, | આગળથી, સિંહથી ના થઈ આંચ. | |
૪ | ભક્તનો પક્ષ ધરે પ્રભુ નિત, | તે વડે ભક્તની સર્વદા જીત; |
તો પછી ભક્તને કોણની બીક? | દેવ છે આશરો તો બધું ઠીક. |