|
૮, ૬ સ્વરો
|
|
(ગીતશાસ્ત્ર ૬ ૫)
|
કર્તા :
|
જેમ્સ ગ્લાસગો
|
૧ પ્રભુ, સિયોનમાં તારું માન સંભળાયે છે હ'મેશ;
|
|
માનતા ચઢાવવા ભક્તિમાન ત્યાં કરે છે પ્રવેશ.
|
૨ તું પ્રાર્થના કેરો સાંભળનાર, લોક તને દેશે માન;
|
|
તું ઉતારશે અમ પાપનો ભાર, અમને કરાવી સાન.
|
૩ જે માણસ તને ગમે છે, તે સુખી માણસ થાય;
|
|
તે તાર ઘરમાં રહે છે, ને કૃપાથી ધરાય.
|
૪ તું ન્યાય કરીને ઉત્તર દઈશ, આ પ્રભુ, મોક્ષ દેનાર;
|
|
તું આધા લોકનો મિત્ર થઈશ, સ્થણ, જણ કેરા રહેનાર.
|
૫ તું પહાડોને ઉઠાવે છે, છે તુજમાં બળ અપાર;
|
|
તું મોજાંને દબાવે છે, ને માણસના હોંકાર.
|
૬ પૃથવીની સીમના સૌ રહેનાર તારાથી ડરે છે;
|
|
તું સંધ્યાકાળ તથા સવાર આનંદથી ભરે છે.
|