ટેક :
|
ભજન કરો નિત ભોરે, ભાઈ, ભજન કરો નિત ભોરે;
|
૧
|
રવિ ઉગતે સહુ ચેતન જાગો, ગાન કરો આ ઠોરે;
|
|
સૂર્ય તણા તો ચઢતાં સુધી હખ્રિસ્ત રહ્યો નહિ ઘોરે; ભજન
|
૨
|
એમ જ કરે તું, ભાઈ, રખે જો આળસ દિનને ચોરે;
|
|
પાપી જન જો નિદ્રા રાખે લજ્જિત તે આ હોરે; ભજન.
|
૩
|
જાગી ઊઠી, ચેત કરો ચિત્ત, મંદક કર આઘે રે;
|
|
સત્ય દિવાકર ખ્રિસ્ત કરો છે, અજવાળું તે મોરે; ભજન.
|
૪
|
દોષિત અંધક સર્વ મટાડી પુણ્ય પ્રભાકર દોરે;
|
|
તારકનો સુપ્રકશ વખાણી દિન તેને અર્પો રેલ; ભજન.
|
૫
|
કાળ પ્રભાત થકી તો ગાતાં, ચકનું અંજન લ્યો રે;
|
|
દષ્ટિ પામી તન, મન, ધનનું પ્રભુને અર્પણ ઘો રે; ભજન.
|