28

From Bhajan Sangrah
Revision as of 19:44, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૮ – સવારનું ગીત== {| |+૨૮ – સવારનું ગીત |- |૧ |રાત ગઈ, થઈ સવાર, માનું ઈશ્વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૮ – સવારનું ગીત

૨૮ – સવારનું ગીત
રાત ગઈ, થઈ સવાર, માનું ઈશ્વરનો આભાર
તેણે રાક્યો આખી રાત, ને દેખાડયું છે પ્રભાત.
નમીને કરું સ્તુતિ, માગું દયા તુજ થકી
પાસે રહેજે, પ્રભુ, આજ, શત્રુ ન બગાડે કાજ.
કૃપા માર પર્ તું કર, તારો પ્રેમ મારાંમાં ભર
પાપથી રાખજે મને દૂર, શુદ્ધ કરીને મારું ઉર.
દુષ્ટાનું બળ દબાવ, સત્યતાનું જોર મનાવ

પાપી છે આ મારી જાત, પાપ લલચાવ દિન ને રાત.

માટે મુજમાં નથી બળ, થતાં નથી સારાં ફળ

મારાથી કશું ન થાય, આપજે તું મને સહાય.

તારે છાંયે હું ચાલીશ, તારી પાસે હું રહીશ

આજનું સૌ ચલાવજે કામ, સાચામાં ઠરાવજે હામ.

આજ ન આવે કઈ સંતાપ, પ્રભુ તું છે મારો બાપ
ખ્રિસ્તને નામે માગું છું, તેનું પુણ્ય માનું છું.