264

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૨૬૪ - સુવાર્તા પ્રચારાર્યે

૨૬૪ - સુવાર્તા પ્રચારાર્યે
મહીદીપની ઢબ
કર્તા: આર. પી. ક્રિસ્ટી
વિભુ, અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા,
ધો પ્રકાશ આપનો , ઉમંદને વધારવા. વિભુ.
રોગ, દુ:ખ ટાળવા, સંતાપને સંહરવા,
ખ્રિસ્ત કેરું મિષ્ટ નામ લોકમાં પ્રચારવા. વિભુ.
ત્રાણદાન આપવા ને પાપ, શાપ કાપવા,
ઈસુ કેરી દિવ્ય શાંતિ ઘેર ઘેર સ્થાપવા. વિભુ.
વ્હેમ જાતજાતના ને ભૂત ભાતભાતના,
તેમને નસાડવાને દો તમારો આત્મા. વિભુ.
તિમિર કેરા રાજ્યમાં રોશની ફેલાવવા,
સત્ય કેરા ધર્મ વિષે વૃત્તિઓ વિકસાવવા. વિભુ.
ખ્રિસ્ત શ્રેષ્ટ નામ છે વ્યોમ ને આ ભોમમાં,
એ જ વાત ભાખશું નિત્ય પૂર્ણ જોમમાં. વિભુ.

Phonetic English

264 - Suvaartaa Prachaaraarye
Mahidipani Dhaba
Kartaa: R. P. Kristi
1 Vibhu, amo sidhaaviae suvaartaa prasaaravaa,
Dho prakaasha aapano , umandane vadhaaravaa. Vibhu.
2 Roga, dukha taadavaa, samtaapane samharavaa,
Khrist keru misht naama lokamaa prachaaravaa. Vibhu.
3 Traanadaana aapavaa ne paapa, shaapa kaapavaa,
Isu keri divya shaanti ghera ghera sthaapavaa. Vibhu.
4 Vhema jaatajaatanaa ne bhoota bhaatabhaatanaa,
Temane nasaadavaane do tamaaro aatmaa. Vibhu.
5 Timira keraa raajyamaa roshani felaavavaa,
Satya keraa dharma vishe vruttio vikasaavavaa. Vibhu.
6 Khrist shresht naama che vyoma ne aa bhomamaa,
Ae ja vaata bhaakhashu nitya purna jomamaa. Vibhu.