SA497

From Bhajan Sangrah
Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA497)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
એક આથી સારી છે સુષ્ટિ,બહુ સુંદર !

જેમાં પાપ અથવા દુઃખ નથી,બહુ સુંદર !
ત્યાં હવામાં સંગીત સંભળાય,ને સુંદર દૂતનાં ગાયન થાય,
ને વીણા વાગે છે સદાય,બહુ સુંદર !

ત્યાં જંગલી પશુ અથવા સાપ,આવશે નહિ !

ત્યાં મોત કે મંદવાડ ટાઢ કે તાપ,આવશે નહિ !
ને જેઓ ખ્રિસ્તના લોહીથી,છુટકારો પામેલા નથી,
ત્યાં ન પસ્તાનાર,કોઇ પાપી આવશે નહિ !

પણ સઘળાં પાપીઓને કાજ,ખિઋ્રસ્ત મૂઓ,

તે માટે મુકિત પામો આજ,ખ્રિસ્ત મૂઓ;
છુટકારો છે દરેક પાપીથી,ને સૌને વાસ્તે છે શાંતિ,
મળશે એક મુગટ તેજસ્વી,ખ્રિસ્ત મૂઓ.