SA498

From Bhajan Sangrah
Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA498)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઇસુ મજ પર પ્રેમ કરનાર, તારી સોડમાં આવવા દે;

મધ્યે આંધી ને અંધકાર, સંકટ નવ વેઠાય જ્યારે.
શાંત થાએ જ્યાં લગ તોફાન, સહાય કર, મારા તારનાર;
જ્યારે ખેંચું છેલ્લો દમ, મારો કરજે અંગીકાર.

બી્‌જો નથી આશરો, તારા પર છે મારી આશ,

તજીશ મા, મને એકલો, મદદ કરવા રહેજે પાસ.
તુજ પર છે પૂરો વિશ્ચાસ, તારાથી જ મળે છે સહાય;
પાંખો તળે રાખજે પાસ, મજથી વેગળો કરજે ભય.

દયા તારી છે અપાર, તેથી ધોવાય પાપ મારાં !

મજ પર રેડ કૃપાની ધાર, મને સાફ કરજે મનમાં.
તું છે જીવનનો ઝરો, મને છુટથી પીવા દે;
જળથી જેમ ભરાય કૂવો, તેમ મજમાં ભરાતો રહે.