SA477

From Bhajan Sangrah
Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA477)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
My Jesus I love

Eng. S.B. No. 357
unsworth, 557
Flow gently, Sweet Afton, 558
11.11.11.11.

(રાગ: હે મુકિત અપાર...)
ઓ જીવનદાતા અમને દેવા જીવન.

તોડી મૃત્યુ બંધન થયો સ઼જીવન;
નાદો જયના સાથે ગજાવીએ ભવન.
ઓ જીવનના દાતા, હો લાખો વંદન.

સદા અસમર્થ કયાર્ં જગ ને કબર;

સદા અસમર્થ થયાં સીલ ને પથ્થર.
તું જીત્યો શેતાન ને શેતાનનાં બંધન.
ઓ વિજયવંત ત્રાતા. હો લાખો વંદન.

કેવું મરિયમ કબરે કરતી રૂદન ?

પ્રગટ થયા પ્રભુ ને દીધું દર્શન;
જા સૂણાવ શિષ્યોને કે છું સજીવન
ઓ પાપીના ત્રાતા ને લાખો વંદન.

ઓ જગવાસીઓ શું ચાહો છો જીવન ?

આવો ત્રાતા પાસે ન કરો વિલંબ.
જીવન દેવા સૌને છે સદા જીવંત.
ઓ જીવનના દાતા ને લાખો વંદન.