SA454

From Bhajan Sangrah
Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA454)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સુંદર સિયોનની સર્વોતમ સુંદરી,

વરરાજા આવે જો વૈભવ વિસારી,
વછેરે બિરાજી નમ્ર વૈરાગી,
દિવ્ય પ્રેમ પ્રભાવની લગની લગાડી-જય.

ટેક:જય જય ઇસુ રાજાને વધાવો! જય જય સિયોન વરરાજા પધારો

ખજૂરી ડાળી, જૈતુનની ઝાડી,વૃક્ષની વાડી, લાવો ઉખાડી;
સરકાવી,ફરકાવી સૌ પુષ્પો ચઢાવો - જય

રોમન ગરૂડ ઉડે સાલેમ નગર પર,

આ બાળો પોકારે હોસાના હોસાના!
દંભી દુર્ભાષણ, ફિતુરીફજેતા,
પાસ્ખાના પર્વમાં શા ઢોંગ ધતિંગા?-જય

બાળોનાં નૃત્ય ને નાદ સર્વોત્તમ,

ઇસુને અર્પાયા શું નહિ અત્યુત્તમ ?
પથ્થરો પોકારે, જો બાળો ન ગાજે,
હોસાના! હોસાના!વિજયી તું થાજે.-જય.