SA447
While shepherds watched Eng. S. B. 93 | |
૧ | બેઠેલા હતા પાળકો ઘેટાંને સાચવતા, કે પ્રગટ થયો દેવનો દૂત ને પકાશ થયો ત્યાં. |
૨ | તેઓની બીક જોઇ તેણે કહ્યું કે “બીશો” મા, સુસમાચાર આપું તમને, સૌ લોકોને કાજ જગમાં, |
૩ | દાઊદના રાજના નગરમાં, દાઊદ સંતાનમાંથી, આજે જનમ્યો જગત્રાતા આ તેની નિશાની. |
૪ | “કે તમે એક ગભાણની માંય જોશોતે સ્વર્ગી બાળ, લૂગડામાં લપેટેલો કે જાણે હોય કંગાળ.” |
૫ | દૂત બોલ્યોને આકાશ મધ્યે સ્વર્ગી સેના દેખાય, મહા સુંદર રાગો કાઢીને આ ગીત ગાતાં સંભળાય |
૬ | કે “હોજો દેવને મહિમા, ને જે પર તે પ્રસન્ન, એવાંને હોજો કુશળતા, શાંતિ પામે સર્વ જન” |