SA445

From Bhajan Sangrah
Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA445)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
O Come, all ye faithful

Eng.S.B. 85
O turn ye(Adeste fideles),52.

આવો વફાદારો, જયાનંદ કરીને,

આવો ! રે આવો, બેથલેહેમ;
જુઓ દૂતોના રાજાને જન્મેલા,
રે, આવો તેને ભજીએ,પ્રભુને,

દેવથી દેવજ, જોતથી જોતજ,

કુંવારી ઉદરે તે અવતર્યો;
દેવથી જન્મેલો પેદા નહિ કરેલો;
રે, આવો તેને ભજીએ, પ્રભુને.

જય જયકાર ગાઓ, સમૂદાય દૂતોના!

રે, ગાઓ, આકાશી રહેવાસીઓ;
પરમ ઊંચામાં થાઓ દેવને મહિમા,
રે, આવો તેને ભજીએ, પ્રભુને.

હે પ્રભુ,ઇસુ આજે જન્મેલા,

ર્સવકાળ સુધી તને મહિમા થાઓ!
શબ્દ પિતાનો, છે તે સંદેહ થએલો,
એ, આવો તેને ભજીએ, પ્રભુને.