SA435

From Bhajan Sangrah
Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA435)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નમન કરે છે મોટા માગીઓ રે લોલ,

બીજા નમે છે મેષપાળ જો !
ધન્ય! પ્રભુજી આજ અવતર્યા રે લોલ.

વીણા વાગે છે અજબ ધૂનમાં રે લોલ,

પૃથ્વી પર શાંતિ રેલાય જો !
ધન્ય! પ્રભુજી આજ અવતર્યા રે લોલ.

નગર દીસે છે મોટા હર્ષથી રે લોલ,

ગાજે ગગનમાં અવાજ જો !
ધન્ય! પ્રભુજી આજ અવતર્યા રે લોલ.

પ્રકાશ પ્રગટે અણચિંતવ્યો રે લોલ,

ભયભિત બને ભરવાડ જો !
ધન્ય! પ્રભુજી આજ અવતર્યા રે લોલ.

કાળનાં તિમર સૌ ટાળશે રે લોલ,

- પાડશે તે દિવ્ય પ્રકાશ જો !
- ધન્ય! પ્રભુજી આજ અવતર્યા રે લોલ.

શણગાર સજો સૌ ખ્રિસ્તનો રે લોલ,

થશે આત્માનો ઊદ્વાર જો !
ધન્ય! પ્રભુજી અજ અવતર્યા રે લોલ.