SA425

From Bhajan Sangrah
Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA425)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હરખાઓ ! હરખાઓ ! છે ખ્રિસ્તનો જન્મ થયો !

હરખાઓ ! હરખાઓ ! રે પૃથ્વી પરના સૌ.
આકાશમાં દેવનો મહિમા થાવ,પૃથ્વી પરના કુશળતા થાવ,
લોકો મધ્યે પ્રસન્નતા થાવ, આવો બધાં આનંદ કરો.

હરખાઓ ! હરખાઓ ! ઇમાનુએલ પધાર્યો;

હરખાઓ ! હરખાઓ ! આનંદથી ગીતો ગાઓ.
છે દેવે દેહ ધારણ કીધો,ને સૌનો બોજ માથે લીધો,
રે કેવી તેની પ્રીત અપાર,કે આપણે કાજ લીધો અવતાર.

હરખાઓ ! હરખાઓ ! ન્યાયનો સૂરજ ઉગ્યો!

હરખાઓ ! હરખાઓ ! આવ્યું સત્ય અજવાળ.
તે દુઃખીઓને સુખ દે છે, કૃપા તેની અચળ રહે છે;
સૌ બંદીવાન છુટી જશે, સૌ મંદવાડ મટી જશે.