SA413

From Bhajan Sangrah
Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA413)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જેમ તેં રોટલી આપી ગાલીલ ગામે,

જીવનની રોટલી તેમ પ્રભુ આપજે;
હું તને શોઘું છું સત બાઇબલમાં,
તુજ કાજે તલપે છે મારો આત્મા.

જીવનની રોટલી તું, પ્રભુ મજ છે,

તુજ વચન સત્ય જે તારે મને;
આપજે આરોગવાને,તુજ રહેવા સાથે,
તું ‘પ્રીતિ’ છે ચાહતાં શિખાડ.

મોકલ મારી ઉપર તુજ દેવ આત્મા,

નેત્રોને સ્પર્શવા ને નિહાળવા;
તુજ વચનમાં નિહાળું સત્ય પ્રકાશ,
પ્રગટ થા શાસ્ત્રમાં દર્શન દેવા.