SA412

From Bhajan Sangrah
Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA412)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મજ જીવન દેવ હું સૌ દિનભર, તુજ સ્તુતિ ગાઇશ પૂરા બળ;

જાગૃત કરશે પ્રકાશ મજ ગીત,અંઘારે હર્ષ દેશે ખચીત.

ટેક:અને મજ ગીતનો,એ સૂર થાશે(૩)

સૌ ઠીક કર્યુ મજ ઇસુએ.

મજ આરામ ચિંતાએ ગુમાય,દુઃખોએ મજ હૃદય ગભરાય;

તુજ સ્તુતિ સર્વ વિસરાય,ને દૂર કરે છે સૌ અંતરાય,

મરણ ઘડી જ્યારે આવે, સર્વ શાંત્વનો દૂર થાએ;

ત્યારે મજ આંખ હર્ષે નાચે,તુજ ઉપકારો નહિ કથાએ.

દુઃખ છેલ્લું જ્યારે દૂર થાશે,દુનિયાઇ સંબંઘ સૌ કપાશે;

આનંદથી હું ખુશ થઇ ઊઠીશ,સ્વર્ગી સંગીત સાથ જોડાઇશ.