SA408

From Bhajan Sangrah
Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA408)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મિષ્ટ ભજનકાળ! મિષ્ટ ભજનકાળ!

ભવ ચિંતનમાંથી નોતરે હાલ ;
તેડે પિતાના આસન પાસ,
કરવા જાહેર અગત ને આશ,
શોક, સંકટ,શક પડયાં જયારે,
આરામ પામ્યો મુજ જીવ ત્યારે;
છૂટ્યો તોડી શેતાનની જાળ,
આવ્યાથી તું મિષ્ટ ભજનકાર.

મિષ્ટ ભજનકાળ! મિષ્ટ ભજનકાળ!

મજ અરજી લઇ તુજ પાંખ પર હાલ;
વિશ્વાસુ દેવને ચરણે ધર;
સત જેનું ને પ્રીત છે તત્પર.
આતુર આત્માને આપવા સુખ,
કે’ કે 'ભાવ ધર,ને શોધ મજ મુખ' !
નાખોશ તેના પર મજ જંજાળ,
જોઉં વાટ તારો,મિષ્ટ ભજનકાળ.

મિષ્ટ ભજનકાળ! મિષ્ટ ભજનકાળ!

દિલાસો તારો મજને આપ;
મજ દેશને ભૂંપનું સ્થાન આબાદ;
હું પિસ્ગાહ પરથો દીઠા બાદ;
જઇશ ઉઠી ફેંકી આ દેહ,
સદાનું જયાં મજ ઇનામ રહે,
ગગનમાંથી જતાં અંતરાળ,
પ્રણામ કરીશ,મિષ્ટ ભજનકાળ.