SA401

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA401)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હે મારા આત્માના સત્ય અજવાળ, તું મને દોર !

ઘર છે બહુ દૂર, ને રાત્રિ છે વિક્રાળ, તું મને દોર !
વાટમાં ચલાવ,મજ ભવિષ્ય વિષે,
નથી પૂછતો, તું કેવળ પાસે રહે.

એવું મન મારું પહેલાં ન હતું, તું મને દોર !

પહેલાં પોતાના મન પર ચાલતો હું, તું મને દોર !
સંસારનો માયાથી હું ઠગાયો,
ગર્વી હતો, માફ કરજે હે પ્રભુ !

તારા બળથી, ચાલું છું આજ સુધી, તું મન દોર !

પાર તું પહોંચાડ, આ ઉજ્જડ જંગલથી, તું મને દોર !
જ્યાં સુધી કે પોહ ફાટે આકાશમાં,
ને દૂતો મને મળવા આવે ત્યાં.