SA396

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA396)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શું તું થાકેલ, શું ઉદાસી,મન તારું ગભરાય?

“આવ મુજ કને “ઇસુ કહે છે,લે વિરામ.

વાટસરુંનું શું છે નિશાન,જેથી થાય મેળાપ ?

હાથે પાયે કુંખે, તેના ઘાની છાપ,

જો તેને માથે રાજમુગટ, હોય તો મુજને કહો,

હા તેને માથે છે મુગટ, કંટાનો !

જો હુ ચાલું તેની પાછળ, મને મળશે શું ?

અતિ સંકટ, અતિ મહેનત, ને આંસુ.

જો તેને હું વળગી રહું અંતે શું ઇનામ?

દુઃખને બદલે અનંત જીવન, ને વિરામ ?

મને લેવા કરું અરજ, શું ના કહેશે તે?

આકાશ ધરતી રહે ત્યાં સુધી ના, નહિ કહે.